સંગઠન, સહકાર અને બીજાને મદદ કરવી એજ આપણી અગ્રિમતા.
પ્રિય મિત્રો,
આપણે સદભાવ મિત્ર ગ્રુપ બનાવ્યુ અને મિત્રો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ નવા નવા મિત્રોના નામો આવી રહ્યા છે. આપણે એક બીજાનાં સંપર્કમાં આવ્યા અને એનો પણ લાભ ઉઠાવી રહ્યા છીએ. પણ આપણે આ ગ્રુપ બનાવવા પાછળનો આશય અને હવે પછીની દિશા સમજી લેવી જરૂરી છે...
મિત્રો, અસંખ્ય પરીબળોને કારણે, આપણે વિકેન્દ્રીકરણનો ભોગ બન્યા છીએ. ફળસ્વરૂપે આપણે આપણુ કુટુંબ અને ગામ છોડી બહાર સ્થાયી થવાની ફરજ પડી છે. આવી પરિસ્થિતીમાં સારા મિત્રોનું સંગઠન સહકાર અને મદદ કરવાની ભાવનાનું મહત્વ વધી જાય છે. પણ વિકાશની દોડમાં આપણે આપણાં મિત્રોથી પણ દૂર નીકળી છુટાં પડી ગયા છીએ. તો એ છુટાં પડી ગયેલાં મિત્રોને શોધવાનું કામ આ ગ્રુપે શરૂ કર્યુ છે. તો મિત્રો, શોધેલાં મિત્રો ફરીથી આ ઝડપી બનતી જતી દોડમાં આપણાંથી છુટાં પડી ન જાય એટલાં માટે આધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવાનું વિચાર્યુ છે. અને આધુનિક તંત્રજ્ઞાનની ઉપજ છે “ઇ-ડિરેક્ટરી”.
આભાર, જય શ્રીક્રુષ્ણ.
અરવિંદ પારેચા, અમદાવાદ.